सोमवार, 7 अक्टूबर 2013

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે Lyrics Gujarati Songs Lyrics




 "Gujarati Songs" "Gujarati Songs Lyrics" "Gujarati Gazals"  "Gujarati Gazal Lyrics"


"નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે Lyrics" "Nayan Ne Bandh Rakhi Ne Song Lyrics"


અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.


 

Gujarati Songs Lyrics - Gujarati Songs Lyrics in Gujarati Language - Melodious Gujarati Geet (Song) Collection - Gujarati Geeto - Gujarati Geet Lyrics - Gujarati Songs Lyrics Online - lyrics of Gujarati Songs - Gujarati Gazal Lyrics - Nayan Ne Bandh Rakhi Ne Me Jyare Tamne Joya Chhe Lyrics shared at Songs Lyrics Ever.
Share: