सोमवार, 7 अक्टूबर 2013

તને જાતા જોઈ પનઘટની વાટે Lyrics Gujarati Songs Lyrics




 "Gujarati Songs" "Gujarati Songs Lyrics"

"તને જાતા જોઈ પનઘટની વાટે Lyrics" "He Tane Jata Joi Panaghat Ni Vaate Song Lyrics"


તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,


Gujarati Songs Lyrics - Gujarati Songs Lyrics in Gujarati Language - Melodious Gujarati Geet (Song) Collection - Gujarati Geeto - Gujarati Geet Lyrics - Gujarati Songs Lyrics Online - lyrics of Gujarati Songs - He Tane Jata Joi Panaghat Ni Vaate Song Lyrics shared at Songs Lyrics Ever.

Share: