सोमवार, 7 अक्टूबर 2013

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના Lyrics Gujarati Songs Lyrics




 "Gujarati Songs" "Gujarati Songs Lyrics"


"ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના Lyrics" "Umbare Ubhi Sambhalu Re Bol Valam Na Song Lyrics"


ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.



Gujarati Songs Lyrics - Gujarati Songs Lyrics in Gujarati Language - Melodious Gujarati Geet (Song) Collection - Gujarati Geeto - Gujarati Geet Lyrics - Gujarati Songs Lyrics Online - lyrics of Gujarati Songs - Umbare Ubhi Sambhalu Re Bol Valam Na Song Lyrics shared at Songs Lyrics Ever.


Share: