सोमवार, 7 अक्टूबर 2013

રાખ ના રમકડા મારા રામે રમતા રાખ્યા રે Gujarati Songs Lyrics




 "Gujarati Songs" "Gujarati Songs Lyrics"



"રાખ ના રમકડા મારા રામે રમતા રાખ્યા રે Lyrics" "Raakh Na Ramakda Mara Rame Ramta Rakhya Re Song Lyrics"


રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …


Gujarati Songs Lyrics - Gujarati Songs Lyrics in Gujarati Language - Melodious Gujarati Geet (Song) Collection - Gujarati Geeto - Gujarati Geet Lyrics - Gujarati Songs Lyrics Online - lyrics of Gujarati Songs - Raakh Na Ramakda Mara Rame Ramta Rakhya Re Song Lyrics shared at Songs Lyrics Ever.


Share: