सोमवार, 7 अक्टूबर 2013

દિવસો જુદાઈ ના જાય છે Lyrics Gujarati Songs Lyrics




 "Gujarati Songs" "Gujarati Songs Lyrics" "Gujarati Gazals"  "Gujarati Gazal Lyrics"


"દિવસો જુદાઈ ના જાય છે Lyrics" "Divaso Judai Na Jaay Chhe Song Lyrics"


દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.


Gujarati Songs Lyrics - Gujarati Songs Lyrics in Gujarati Language - Melodious Gujarati Geet (Song) Collection - Gujarati Geeto - Gujarati Geet Lyrics - Gujarati Songs Lyrics Online - lyrics of Gujarati Songs - Gujarati Gazal Lyrics - Divaso Judai Na Jaay Chhe Song Lyrics shared at Songs Lyrics Ever.


Share: