सोमवार, 7 अक्टूबर 2013

ભૂલો ભલે બીજું બધું, માં બાપ ને ભૂલશો નહિ Lyrics Gujarati Songs Lyrics




 "Gujarati Songs" "Gujarati Songs Lyrics"


"ભૂલો ભલે બીજું બધું, માં બાપ ને ભૂલશો નહિ Lyrics" "Bhulo Bhale Biju Badhu, Maa Baap Ne Bhulso Nahi Song Lyrics"


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.


Gujarati Songs Lyrics - Gujarati Songs Lyrics in Gujarati Language - Melodious Gujarati Geet (Song) Collection - Gujarati Geeto - Gujarati Geet Lyrics - Gujarati Songs Lyrics Online - lyrics of Gujarati Songs - Bhulo Bhale Biju Badhu, Maa Baap Ne Bhulso Nahi Song Lyrics shared at Songs Lyrics Ever.

Share: